મારું નામ કિરણ વરિઆ , મૂળ વડોદરાનો રેહવાસી, ફાઈન આર્ટસમાં સ્કલ્પચરમાં માસ્ટર્સ કર્યાબાદ બીજું માસ્ટર્સ મ્યુસ્યોલોજીમાં કર્યું. સંગ્રહાલયની નોકરીની શોધમાં હું અમદાવદ આવ્યો. મારી પેહલી સંગ્રહાલયની નોકરી મને અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આવેલા વિચાર-ધાતુપાત્ર સંગ્રહાલયમાં ક્યુરેટર તરીકે મળી હતી. અમદાવાદ મારા માટે નવું હતું, ત્યાની વિચારધારા પણ અલગ હતી. સંગ્રહાલયના કામ સંદર્ભે મારી મુલાકાત આધારના સંચાલક સાથે થઇ હતી. અમારા ઘરમાં પણ માટીના વાસણો બનાવવાનું કામ થતું અને અમદાવાદમાં વિચાર ધાતુપાત્ર સંગ્રહાલયની વિચારથી પોતાની સંસ્કૃતિની વિસરતી ઓળખ બચાવવા અને તેને આગળ લાવવા માટે ની ઝુંબેશ મને અમદાવાદના આધાર – કલા વારસાના સંસ્કૃતિના બચાવ કાર્યમાં અને જનજાગૃતિ ફેલાવનારા એવા શ્રી. વિઠ્ઠલ વરીઆ સાથે થઇ. તેમની સાથે ઘણી વાર પ્રત્યક્ષ મુલાકાત દરમ્યાન સંસ્કૃતિક ધરોહરને કેવી રીતે ઉજાગર કરવી અને જનજાગૃત્તિ કેવી રીતે ફેલાવવી એના માટે ની ઘણી વાતો થતી. બસ ત્યારથી એમની સાચી ઓળખ અને સમાજ માં આપની જેવી બીજી સંસ્કૃતિઓના વારસાને કેવી રીતે આગળ લાવવા એની માહિતી મળતી થઇ.