ભૂતકાળમાં  વિદેશમાં રહીને પણ ભારતીય કલા- સંસ્કૃતિના વારસાને દુનિયા સમક્ષ લાવવા માટેના અનેક અથાગ પરીશ્રમોમાંથી એક એવી આધારની આ વેબસાઈટના પ્રારંભ માટે અવનીબેન ને હાર્દિક અભિનંદન. આધાર સાથે મેં વોલેન્ટિયર અને કો-ઓર્ડિનેટર તરીકે સાડા ત્રણ વર્ષ કામ કરેલું છે. હેરિટેજ ફિલ્મ ફેસ્ટિવલ, ક્રાફટ ફિલ્મ ફેસ્ટિવલ અને ચલો ચરખો રમીયેના કાર્યક્રમો પરના મારા અનુભવો પરથી મેં અનુભવ્યું કે આધુનિકતાની ભરમારમાં આપણે સૌ એટલા ઓત-પ્રોત થઇ ગયા છે કે આપણા વારસાની ભવ્યતા ને દીપાવતા અને અકથ્ય મહેનત કરતા આપણા કારીગરોની મુશ્કેલીઓનો આપણને અંદાજ પણ નંથી અને આજ કારીગરોના સંપૂર્ણ સમુદાયને અને એમની કલાને એક આગવી ઓળખ, પ્રતિષ્ઠા અને સન્માન મળે એના માટે દિવસ-રાત એક કરીને કામ કરતા અવનીબેનની હું જીવંત સાક્ષી છું.