Subscribe

Blog

Cultural connections

મારું નામ કિરણ વરિઆ , મૂળ વડોદરાનો રેહવાસી, ફાઈન આર્ટસમાં સ્કલ્પચરમાં માસ્ટર્સ કર્યાબાદ બીજું માસ્ટર્સ મ્યુસ્યોલોજીમાં કર્યું. સંગ્રહાલયની નોકરીની શોધમાં હું અમદાવદ આવ્યો. મારી પેહલી સંગ્રહાલયની નોકરી મને અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આવેલા વિચાર-ધાતુપાત્ર સંગ્રહાલયમાં ક્યુરેટર તરીકે મળી હતી. અમદાવાદ મારા માટે નવું હતું, ત્યાની વિચારધારા પણ અલગ હતી. સંગ્રહાલયના કામ સંદર્ભે મારી મુલાકાત આધારના સંચાલક સાથે થઇ હતી. અમારા ઘરમાં પણ માટીના વાસણો બનાવવાનું કામ થતું અને અમદાવાદમાં વિચાર ધાતુપાત્ર સંગ્રહાલયની વિચારથી પોતાની સંસ્કૃતિની વિસરતી ઓળખ બચાવવા અને તેને આગળ લાવવા માટે ની ઝુંબેશ મને અમદાવાદના આધાર – કલા વારસાના સંસ્કૃતિના બચાવ કાર્યમાં અને જનજાગૃતિ ફેલાવનારા એવા શ્રી. વિઠ્ઠલ વરીઆ સાથે થઇ. તેમની સાથે ઘણી વાર પ્રત્યક્ષ મુલાકાત દરમ્યાન સંસ્કૃતિક ધરોહરને કેવી રીતે ઉજાગર કરવી અને જનજાગૃત્તિ કેવી રીતે ફેલાવવી એના માટે ની ઘણી વાતો થતી. બસ ત્યારથી એમની સાચી ઓળખ અને સમાજ માં આપની જેવી બીજી સંસ્કૃતિઓના વારસાને કેવી રીતે આગળ લાવવા એની માહિતી મળતી થઇ.

હું ત્યારથી એટલે કે વર્ષ ૨૦૧૪ થી આ સંસ્થાના કર્યો ને ઓળખતો થયો. મારા માટે આધાર ટ્રસ્ટ  સમાજની વિસરાતી અને લુપ્ત થતી કળા અને તેના કારીગરો ને આગળ લાવવા તેમજ તેને આજના સમયમાં અડીખમ ઉભા થવાની પ્રેરણા આપે છે. તેમના વિવિધ બીજા કર્યો જેવા કે “ ચાલો ચરખો રમીએ”, વરીઆ – કુભારીકામ ,  હેરીટેજ ફિલ્મ ફેસ્ટીવલ અને એવા બીજા ઘણા સંગ્રહાલયને લાગતા ઓનલાઈન પ્રોગ્રામ આપના વિસરતાં વારસાને ટકાવી રાખવા માટેના અડીખમ કર્યો કરે છે. એક વાર આવા જ એક પ્રોગ્રામમાં હેરીટેજ ફિલ્મ ફેસ્ટીવલ દરમિયાન તેમના દ્વારા કેટલાક શાળાના બાળકો સાથે અમદાવાદ અને અમદાવદની આસપાસ નવ યુવાનો ને ધ્યાનમાં આવતી કેટલીક કળા પ્રવૃતિઓ ને ફોટોગ્રફિક અને ફિલ્મ માધ્યમથી ઉજાગર કરવાનો અદ્ભુત પ્રયાસ કરવામાં આવેલો. આપને અમદાવાદ ને ફક્ત સિદ્દી સૈયદની જાળી, પતંગ હોટેલ અને પગરખા બજારથી જ ઓળખીએ છીએ. જયારે આ ઉંમરના બાળકોએ એમની સુજ્બુજથી લુપ થઇ ઘણી એવી નાની-નાની ક્લાપ્રવૃતિઓ ને ફિલ્મમાં કંડારી છે.

વધુમાં આપના સંગ્રહાલયો એટલે કે અમદાવાદ શહેરમાં જો લોકો ને પૂછીએ કે કેટલા સંગ્રહાલયો તમે જોયા છે? તો ગણીને ૪ થી ૫ ના નામ જાણતા હોઈએ છે. એમના દ્વારા શરુ કરવામાં આવેલ “ મ્યુસીય્મ્સ ઓફ અહેમદાબાદ” અને “મ્યુસીયામ્સ ઓફ ગુજરાત” દ્વારા સામાન્ય જનતામાં સંગ્રહાલયો પ્રત્યે જાગૃતિ ફેલાય તે હેતુ થી દરેક સંગ્રહાલયનું મેપિંગ કરવામાં આવ્યું; જેનાથી ખબર પડી કે અમદાવાદમાં ૪ કે ૫ નહિ પરંતુ ૨૯ જેટલા સંગ્રહાલયો છે, અને અમદાવાદ ગુજરાતનું સંગ્રહાલય શહેર છે.

આવી એક નહિ પરંતુ ઘણી બીજી એવી પ્રવૃતિઓ આધાર-ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આજના સમયમાં જ્યાં આપને ટેકનોલોજી તરફ આગળ વધી રહ્યા છે ત્યારે મનની એકાગ્રતા જાળવવાના હેતુ તેમજ આજની પેઢીમાં ગાંધીવાદી વિચારસરણી ને આગળ લઇ જવા માટે જાગૃતતા કેળવવા માટે “ચાલો ચરખો રમીએ” જેવા ઘણા અવનવા કાર્યક્રમો તેમના દ્વારા થી રહ્યા છે. આધાર ટ્રસ્ટ આવનારી પેઢી માટે જ્ઞાન નો અખૂટ ભંડાર પૂરો પડશે અને એમની આ પ્રવૃતિઓ આજના ૨૧મી સદીમાં ભુલાતા આપણા સંસ્કૃતિક ધરોહારનો એક પાયો છે, જે આપની આવતી પેઢી ને આં અખૂટ જ્ઞાન ભૂલી ન જાય તેના માટે પ્રેરણા રૂપ છે.

Kiran Varia – Museum professional

Post a comment